Saturday, October 16, 2010

>> જો મનમાંથી એકવખત " રાવણ " નીકળી જાય તો…

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર  મેળવેલાં વિજયનાં માનમાં તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.

રામે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો. સીતાને અશોક વાટિકામાંથી છોડાવી. રાવણનો સંહાર કર્યો. અયોધ્યાવાસીઓ ખુશ થયા. સહુથી વધુ ખુશી કૈકેયી પુત્ર ભરતને થઈ. તેનું તપ ફળ્યું, રામ, લક્ષમણ અને સીતા પાછા પધાર્યા. ઉર્મિલા, રામાયણની એક માત્ર જીવંત સ્ત્રી જેણે વિના વાંકે ૧૨ વર્ષ પતિના વિયોગમાં ગાળ્યા. મુખેથી એક હરફ પણ ઉચ્ચાર્યા વગર. વિજયા દશમી યા દશેરાનો મહાન ઉત્સવ અસ્તિત્વમાં આવ્યો.  પ્રતીકાત્મક રીતે જોઈએ તો શ્રી રામનો વિજય આસુરી તત્ત્વો અને આસુરી અવગુણો ઉપરનો ભવ્ય વિજય છે.
દશ-હરા એટલે દશ માથાને હરી લેવામાં આવ્યું.   દસ અવગુણો એજ રાવણનાં દશ માથાં હતાં. દશ માથાનો નાશ થયો. શ્રી રામે દસ અવગુણોનો નાશ કર્યો.રાવણના દસ માથામાં અહંકાર, ઈર્ષા, મદ, રાગ, સત્તા લાલસા, લાભ, કામ, વાસના, સંગ્રહખોરી, આડંબર, અને સંહારની ભાવના હતી. માણસે વાસ્તવમાં દશ અવગુણો ઉપર વિજય મેળવવાની જરૂર છે. દશ અવગુણો જીવનને હણે છે તે ગમે તે પ્રકારે માનવ ના મસ્તકને નુકશાન કરે છે. મસ્તકનું એક સ્વરૂપ માનવીની આભા છે. આભા-પ્રતિષ્ઠા હણાય તો જીવન બરબાદ થાય.
વિજયાદશમી વિજયનું પર્વ છે તેનો ગુઢાર્થ જીવનમાં વિજય માટે અહંકારનો ત્યાગ અહંકાર કોઈનો ટકતો નથી આજે કહેવત પડી છે કે,
‘‘અભિમાન તો રાવણનું ટક્યું નથી’’ શું કામ ગર્વ કરવો ?
આજે વિશ્વમાં લાદેનજેવા રાવણો છે કાશ્મીરમાં અનેક રાવણોરૂપી આતંકવાદીઓ પ્રજાને કનડે છે. નિર્દોષ નાગરીકોની હત્યા રાવણનું લક્ષણ છે. આવા રાવણોને નાથવાની જરૂર છે.
સમાજમાં સ્ત્રી ઉપર ખરાબ નજર કરનારા અનેક રાવણો છે. સ્ત્રીને વિકારોની ‘‘અશોક વાટિકા’’માં રાખનારા રાવણોના માથાનો વધ કરવા યુવાનો બહાર આવે વિજયાલક્ષ્મી છે.
આપણ રામેશું કર્યું? સાપ ગયાને લીસોટા રહ્યા ઉક્તિ  મુજબ  દર સાલની માફક ગાંઠીયા અને જલેબી ખાધા. સાંભળ્યું છે કે ગુજરાતીઓ દર દશેરાએ તેનો સવારે ચા સાથે નાસ્તો કરે છે. જાણવા મળ્યું તેથી લખું છું. કદાચ મનની ઉપજ પણ હોઈ શકે. રામે તો રાવણનો સંહાર કર્યો.. સૂચવે છે ધર્મ નો વિજય. વહેલું કે મોડું અધર્મને ધર્મ સામે પરાજિત થવું પડે છે. કાંઈ નહી તો આપણે દશેરા જેવા પવિત્ર દિવસે દિલમાં ધર્મના વિચારોનું સ્થાપન કરીશું. હલકા વિચારોને તિલાંજલી આપી ઉન્નત વિચારો મનમાં સ્થાપીશું. હર દિવસે વિચારીશું
 . હું ઈશ્વરનો આભાર માનીશ કે મને શાંતિથી વિચારવાની શક્તિ અર્પે.
. હું ઈશ્વરનો આભાર માનીશ કે મને સંપૂર્ણ વિશ્વાસ અને સાહસ પૂર્વક કાર્ય કરવાની શક્તિ આપે.
.  હું ઈશ્વરનો આભાર માનીશ મને તક તથા લક્ષ્મીની સહાય મળી છે.

ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં દશ માથાવાળા રાવણો છે - તેના માથાં ઉડાડી રામરાજ્યની સ્થાપના કરીએ  દશેરા બધા માટૅ ખુશી લઈ ને આવે.
શુભ કામનાં

No comments:

Post a Comment